અમેરિકી ફુગાવાના આંકડા ઊંચા આવતાં ફેડ દ્વારા વ્યાજદર વધવાની શક્યતા

અમેરિકી ફુગાવાના આંકડા ઊંચા આવતાં ફેડ દ્વારા વ્યાજદર વધવાની શક્યતા વધી છે,જેના કારણે સ્થાનિક બજારમાં સોનામાં 10 ગ્રામે રૂા. 2300 અને ચાંદીમાં કિલોએ પાંચ હજારનું ગાબડું પડયું હતું. માહિતી મુજબ અમેરિકી ફુગાવો ઊંચો આવવાથી ફેડ દ્વારા વ્યાજદર વધારવાની શક્યતા 90 ટકા જેટલી વધી છે, તો ડોલર મજબૂત થતાં બંને કિંમતી ધાતુ પર દબાણ આવ્યું છે, જયારે બીજી તરફ મધ્ય-પૂર્વમાં ભૂરાજકીય તણાવ થકી ક્રુડ ઓઈલમાંયે ઉછાળા જેવા કારણોએ સોના-ચાંદીમાં ગાબડું પડયું હતું. આજે ન્યૂયોર્ક સોનું 4268 ડોલર અને ચાંદી 62.92 રાનિંગ ભાવ રહ્યા હતા. સ્થાનિક બુલિયન બજારમાં દસ ગ્રામ સોનું 999ના ભાવોમાં રૂા. 2300નો ગાબડું પડી 1,55,500 ભાવ રહ્યા હતા, તો ચાંદી ચોરસા એક કિલોના ભાવોમાં રૂા. 5000 ઘટી 2,30,500ના ભાવ રહ્યા હતા.