જીજામાનાં મેળામાં ક્ચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થા અને જત સમાજની લીડર બહેનો દ્વારા સંયુક્ત ઉપક્રમે મહિલાઓને જાગૃત કરવા કેમ્પ યોજાયો

ભુજ તાલુકાના માઈનાપડ ખાતે ત્રણ દિવસ મેળામાં ક્ચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થા તેમજ જત સમાજની આગેવાન બહેનો દ્વારા આ ત્રી – દિવસીય મેળામાં સ્ટોલ લગાડવામાં આવ્યો હતો. મહિલા ઉત્થાન માટે કામગીરી કરી રહેલ બહેનોએ તેનું એલ.એડી સ્ક્રીન દ્વારા પ્રર્દશન કરી પોતાની કામગીરી બતાવી હતી આ ઉપરાંત ઘરેલુ હિંસા, મહિલા અત્યાર નિવારણ, બાળલગ્ન રોકવા તેમજ મહિલાના અધિકારો વિશે કાયદાની સમજણ આપવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં ફાતમાબેન જત,નશીમબેન જતરશીદા જત, કાસમભાઈ જત અલીમામદ જત
મામદ ભાઈ જત, સુલતાન જત, સલીમ જત
અયુબ જત,આમદ સમેજા, બીંદી દરજી જીન્નત સમેજા વગેરે જોડાયા હતા