વસંત ના વધામણા સાથે કેસરજળ રંગોત્સવ અને શિક્ષાપત્રી પૂજન મોટી સંખ્યા માં હરિભક્તો જોડાયા

ભુજ નુતન સ્વામિનારાયણ મંદિર ખાતે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વ મહોત્સવ અંતિમ ચરણ તરફ ગતી સાથે ચતુર્થ દિવસે દિવસે વહેલી સવાર થી જાણે વસ્તંતપંચમી ની ધામધૂમ ઉજવણી કરવા મોટી સંખ્યામાં ચોવીસી અને શહેરીજનો મંદિર માં બિરાજમાન દેવો ના તીર્થ જળો સાથે કેસર ચંદન અભિષેક ના મંગળા દર્શને પહોંચ્યા હતા. ભારી ભીડ વચ્ચે શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી . નરનારાયણ દેવ, શ્રી. રાધા કૃષ્ણદેવ ના શ્વેત વસ્ત્રો ધારણ કર્યા ની સાથે પૂજારીઓએ તીર્થખાતે સવારે કેસર ચંદન ના અભિષેક સાથે શિક્ષાપત્રી ના શ્લોકો, સુવર્ણ પિચકારી, કેસુડાના ફૂલો,કલર, ફૂલા અને હાયડા ધરાવવામાં આવ્યા હતા.. પ્રથમ અને દ્વિત્ય સત્ર માં વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રી શ્રી પ્રકાશદાસજી અને શાસ્ત્રી શ્રી ગૌલોકવિહારીદાસજીએ વસંતપંચમી ના દિવસનો મહિમા સમજાવી ને શિક્ષાપત્રી ને અનુસરી હરિભકતો એ પોતાનું જીવન ધર્મ અને ભક્તિમય બનાવી કથા શ્રવણ ઉત્સવ , સમૈયા માં તન મન અને ધન થી સેવાનો ભાવ રાખવાની વાત જણાવી હતી.
શિક્ષાપત્રી પૂજન નો લાભ હરિભક્તો ને મળી શકે તે માટે સભામંડપ માં શ્રીજી મહારાજ શિક્ષાપત્રી લખતા હતા તેવા તૈલચિત્ર પાસે શિક્ષાપત્રી નું પુષ્પવર્ષા સાથે પૂજન કર્યું હતું જ્યારે સંતો એ ઠાકોરજી ની મૂર્તિને રંગબેરંગી કલર સાથે રંગોત્સવ મનાવ્યો હતો.. મુખ્ય યજમાન શ્રી. રામજીભાઈ વેકરીયા મુખ્ય યજમાન પદ સાથે ઠાકોરજી ની સેવા નો લાભ અમો પરિવાર ને મળ્યો તે માટે મહંત સ્વામી, ઉપમહંત સ્વામી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત અને વરિષ્ઠ સંતો પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ધર્મકુળ થી પધારેલા પૂજ્ય મોટા મહારાજ શ્રી. તેજેન્દ્રપ્રસાદજી એ ન આશિર્વચન આપતાં જણાવતાં વસંતપંચમી ના અને શિક્ષાપત્રી નો મહિમા સમજાવતાં અમારા હરિભકતોએ સેવા, સત્સંગ અને સમર્પણ નો ભાવ રાખી શિક્ષાપત્રી પ્રમાણે વર્તશો તો જીવન માં ક્યારે દુઃખ કે તકલીફ ભોગવવાનો વારો નહીં આવે.
ધામે ધામ થી પધારેલા સંતો, દેશ વિદેશ ના હરિભકતો એ આજે વસંતપંચમી ના દિવસે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ શિક્ષાપત્રી મહાપર્વ નો લાભ લીધો હતો.