અંજારના ખોખરા નજીક પગપાળા જઈ રહેલ આધેડને અજાણ્યાં વાહનચાલકે હડફેટે લેતા મોત

copy image

copy image

અંજાર તાલુકાના ખોખરા ગામ નજીક પગપાળા જઈ રહેલ આધેડને અજાણ્યાં વાહનચાલકે હડફેટમાં લેતા તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, રતનાલમાં મોડસર રોડ આણદા ભચુની વાડીએ રહેનાર હતભાગી એવા બચુ ઠાકોર ખોખરા ગામે જવા નીકળ્યા હતા. જ્યાથી કામ પૂર્ણ કરી પરત આવી રહ્યા હતા તે સમયે ખોખરા-ઝરૂ રોડ પર પાવર હાઉસની નજીક કોઈ અજાણ્યાં વાહને તેમને હડફેટમાં લેતાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘંભીર ઇજાઓના પગલે તેમને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.