વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ આચરતા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર પૂર્વ કચ્છ પોલીસની લાલ આંખ

ગુજરાત પોલીસવડા અને બોર્ડર રેન્જ આઇજીના નિર્દેશને લઇ પૂર્વ કચ્છ પોલીસે લુખ્ખા તત્વોના દબાણો પર નોંધપાત્ર કાર્યવાહી કરી છે ગત વર્ષે માર્ચ 2025માં શરૂ કરાયેલ 100 કલાકની ખાસ ઝુંબેશ બાદ પણ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝરથી કાર્યવાહી ખૂન,ખૂનની કોશિશ, શરીર સંબંધી,બુટલેગરો અને એનડીપીએસ સહિતના ગંભીર પ્રકારના ગુના આચરતા શખ્સઓ સામે કાર્યવાહી કરાઈ છે
પોલીસે અસામાજિક તત્વોના ફાર્મ હાઉસ, મકાનો, દુકાનો અને કોમર્શિયલ બાંધકામો પર બુલડોઝર કાર્યવાહી કરી છે છેલ્લા 10 મહિના દરમ્યાન પૂર્વ કચ્છ પોલીસના 14 પોલીસ સ્ટેશનમાં 125 લુખ્ખા તત્વોના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા છે પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ એ-બી ડિવિઝન, દૂધઈ, કંડલા મરીન,
આદિપુર,ભચાઉ, સામખીયારી, લાકડીયા, ગાગોદર, આડેસર,રાપર,બાલાસર અને ખડીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરાઈ છે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અંદાજિત 400 કરોડ કિંમતની 500 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે

બાઈટ:- સાગર બાગમાર એસપી પૂર્વ કચ્છ