પડાણા નજીક રિક્ષા સવાર મુસાફરે રિક્ષામાથી લગાવી મોતની છલાંગ
copy image

પડાણા નજીક રિક્ષા સવાર મુસાફરે રિક્ષામાથી મોતની છલાંગ લગાવી હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. પંચરત્ન માર્કેટ સામે રિક્ષામાં સવાર 25 વર્ષીય શિવકુમાર દિલીપલાલએ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું . આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામનો પરિણીત યુવાન શિવકુમાર થોડા દિવસ પહેલાં પોતાના વતન બિહાર ગયો હતો. જ્યાથી પરત આવતી વેળાએ રિક્ષામાથી છલાંગ લગાવી હતી . આ ઘટનામાં ગંભીર ઇજાઓ પહોચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.