માનકૂવામાથી સાત ખેલીઓ ઝડપાયા
copy image

ભુજના માનકૂવામાથી સાત જુગારપ્રેમીઓને પોલીસે જડપી પાડ્યા છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે,પોલીસની ટીમ ડ્યૂટી પર હતી ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે માનકૂવાના વથાણ ચોકમાં અમુક ઇસમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમી ના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી રોકડ રૂા. 14,060 તથા ત્રણ મોબાઈલ કિં.રૂા. 20,500 એમ કુલ રૂા. 34,560ના મુદ્દામાલ સાથે જુગાર રમતા સાત સખ્શોને રંગેહાથ જડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ સખ્શો પાસેથી તમામ મુદામાલ કબ્જે કરી,તેમના વિરુદ્ધ જુગારધારના કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી કરી હતી.