ભુજ તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ
ભુજ તાલુકાની ૧૭૫-મખણા, ૩૩૬-થડાવાંઢ(ધોરાવર), ૯૬ – કંઢેરાઇ, ૨૫૦-
સંજોટનગર(કુકમા), ૭૬-મેઘપર(સરલી), ૧૦૦-ત્રાયા(નાગોર), ૪૫-વરલી, ૩૪૯-લાખોંદ કન્યા, ૧૮૧-
લેર તથા ૨૨૬-ભારતનગર(પાલારા) મધ્યાહન ભોજન કેન્દ્રો પી.એમ.પોષણ અંતર્ગત ૧૦ જગ્યા પર
સંચાલકોની જગ્યા ભરવાની છે. જે માટેનું નિયત અરજી ફોર્મ મામલતદાર કચેરી, ભુજ(ગ્રામ્ય), પ્રથમ
માળે, રૂમ નંબર-૧૪, એકોર્ડ હોસ્પિટલની સામે, ભુજમાંથી મેળવી લેવાના રહેશે. તેમજ
૧૩/૦૨/૨૦૨૬ સુધીમાં અત્રેની કચેરીએ જરૂરી આધાર પુરાવા જેવા કે, રેશનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણી
કાર્ડ, જન્મ તારીખના આધાર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તેમજ એસ.એસ.સી કે તેથી વધુ લાયકાત
ધરાવતા હોય તે અંગેની માર્કશીટ સહ તમામ આધારોની પ્રમાણિત નકલો સાથે સુવાચ્ય અક્ષરે અરજી
કરવાની રહેશે. ઉમેદવારની લાયકાત ૧૦ પાસ, પગારધોરણ રૂ.૪૫૦૦ રહેશે, વયમર્યાદા ૨૦ વર્ષથી
વધુ ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ. ભરતી કરવાના થતાં કેન્દ્રોની માહિતી તથા અરજી ફોર્મ ઉક્ત
સરનામે મળી શકશે.તેવું મામલતદાર ભુજ(ગ્રામ્ય)ની અખબાર યાદીમાં જણાવાયું છે.