કચ્છના કેબલ ઓપરેટરોને PGCVL તથા BSNL નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ

કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જિલ્લામાં કોઇપણ ટી.વી. કેબલ ઓપરેટરે પી.જી.વી.સી.એલના ઇલેકટ્રીક નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પર ટીવી કેબલ પ્રસ્થાપિત કરેલ હોય તો તે દૂર કરવા અને કોઇએ નવા પ્રસ્થાપિત કરવા નહીં, તેમજ પી.જી.વી.સી.એલ. દ્વારા દૂર કરાયેલ ટી.વી. કેબલ પી.જી.વી.સી.એલના નેટવર્ક પર પુનઃપ્રસ્થાપિત ન કરવા અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.