મુન્દ્રામાં સોની વેપારીને ભર બપોરે લૂંટવાના પ્રયાસ સાથે ફાયરિંગની ઘટના

મુન્દ્રામાં સોની વેપારીને ભર બપોરે લૂંટવાના પ્રયાસ સાથે ફાયરિંગની ઘટના બનતા દોડધામ મચી. મુન્દ્રાના બારોઇ રોડ પર આવેલ રૂદ્રાક્ષ જ્વેલર્સમાં ફાયરિંગની ઘટના બની. . લૂટના ઇરાદે આવેલ બાઇક સવાર લોકોએ ૩ રાઉન્ડ ફાયરિંગ કર્યાનું અનુમાન કરાયેલ છે. લૂટવા આવેલ માથી એકને દુકાનના માલિકે પકડી લીધો અને અન્ય ત્રણ ફરાર થયેલ છે. ભાગી ગયેલ ત્રણ આરપીઓને પકડવા પોલીસે ચારે બાજુ નાકાબંધી કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.