ભુજના રીંગરોડ પર ગંભીર અકસ્માત : બકરીની દવા લેવા જતા સમયે યુવાન સહિત બન્નેના મોત

ભુજમાં એરપોર્ટ રોડ પર ડમ્પર ચાલકોનો ત્રાસ સતત વધી રહ્યો હોય તેમ ભુજના સંજોગ નગરમાં રહેતા 18 વર્ષના રજાક નોડે નામનો યુવાન બકરીની દવા લેવા જતો હતો ત્યારે પુરપાટ સ્પીડમાં આવતા ડમ્પરે ઉડાડતા યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે બકરી પણ તરફડીયા મારતી મોતને ભેટી હતી
ગઈકાલે પણ એક વિદ્યાર્થીનો આવા જ એક બેફામ ટ્રક ડ્રાઇવરે જિંદગી બગાડી નાખી હતી
આરટીઓ અને પોલીસ તંત્ર આળસ ખંખેરી ખરેખર એક્શન લે તેવો લોકોમાં જનાક્રોશ
ભુજ શહેર ફરતે બનેલા રીંગરોડ હવે ખરેખર મોતની રિંગ સાબિત થઈ રહ્યા છે તેમ છતાં તંત્ર માથે હાથ દઈને બેઠું છે
હજુ કેટલા પરિવારોના દીપક બૂજાશે.. શું તંત્ર આમ મુક પ્રેક્ષક બની જોતું રહેશે કે કોઈ નક્કર કાર્યવાહી કરશે તેમ લોકોમાં સવાલો ઉભા થઇ રહ્યા છે