ટોડામાં 24 વર્ષીય યુવા પરિણીતાનો આપઘાત
copy image

મુંદ્રા ખાતે આવેલ ટોડામાં 24 વર્ષીય યુવા પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધુ હતું. ત્યારે ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, મુંદ્રા તાલુકાનાં ટોડામાં તા. 14-2ના રાત્રીના સમયે હતભાગીએ જીવનલીલા સંકેલી લીધી હતી. આ સમયે ઇલાબા જાડેજા નામની યુવા પરિણીતાએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.