ગાંધીધામમાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ ખેલીઓને થઇ ધરપકડ

jug

copy image

copy image

ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં આવેલ સમાજવાડી નજીક જાહેર સ્થળમાં અમુક ઈશમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા તે દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી રૂા. 12,700ની રોકડ સાથે પાંચ શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.