ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઈન સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN”અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે ગળપાદરથી ભચાઉ તરફ જતા હાઇવેના સર્વિસ રોડ ઉપર પાસે એક ઈસમ નામે અર્જુમ અડીલ અહેમદ સીદીડી વાળો પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઈન રાખી ગેરકાયદેસર રીતે વેચાણ પ્રવૃત્તિ કરતા હોય જેથી બાતમી આધારે તપાસ કરતા તેની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇન વજન ૩.૨૩ ગ્રામ કિ.રૂ.૬૪,૬૦૦/- નો મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેથી તેના વિરૂધ્ધ એન.ડી.પી.એ એક્ટ -૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે ગાંધીધામ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.
અટક કરેલ આરોપી:-
અર્જુમ અકીલ અહેમદ સીદીડી ઉવ ૩૨ રહે વોર્ડ ૧૧ મહોલ્લા ઇસ્લામનગર ટાઉન, રીચા પોસ્ટ બહેરી જી.બરેલી ઉતરપ્રદેશ
ઉપરોકત કામગીરી ડી.ડી.ઝાલા પોલીસ ઈન્સપેક્ટર એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્રારા કરવામાં આવેલ હતી.