AI સમિટમાં વરવા પ્રદર્શનો કરવા બદલ કોંગ્રેસના વિરોધમાં કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા કરવામાં આવ્યા

તાજેતરમાં દિલ્લી ખાતેની AI સમિટમાં રાહુલ ગાંધીના ઈશારે કોંગ્રેસી કાર્યકર્તાઓએ જે રીતે સાવ છેલ્લી પાટલીએ બેસીને વિદેશી અતિથિઓ સામે વિરોધ પ્રદર્શનો કરીને દેશની આબરુનું હનન કર્યું એના વિરોધમાં આજરોજ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ભુજના જ્યુબીલી સર્કલ પાસે  ધરણા કરવામાં આવ્યા હતા.

આ ધરણા બાદ જીલ્લા ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પોતાના રાજકિય હેતુઓ બર લાવવા માટે દેશની પ્રતિષ્ઠા જોખમાય એ રીતે આટલી હિન કક્ષાએ ઉતરી ગઈ એ તદ્દન અસ્વીકાર્ય અને અક્ષમ્ય બાબત છે. વિદેશી મહાનુભાવો દેશની ધરતી પર પધાર્યા હોય ત્યારે આવું વર્તન ખરેખર શરમજનક અને ધિક્કારને પાત્ર છે.

આ ધરણામાં કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, આશિકાબેન ભટ્ટ, કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી રચનાબેન જોષી, પારસબા જાડેજા, ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી, તેમજ સંગઠનના બહેનો અને સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં માં બહેનો જોડાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ ના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી ની યાદી માં જણાવાયું હતું.