ગેરકાયદેસર માદક પદાર્થ પોષડૉડા ના જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડી ગણનાપાત્ર કેસ કરતી બાલાસર પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ,ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં થતી માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવૃતીઓને નેસ્ત નાબુદ કરવા “SAY NO TO DRUGS “ મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ, વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ સબ ઇન્સપેક્ટર વી.એ.ઝા નાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલીંગ કરવા જણાવેલ હોય દરમ્યાન પો.સબ.ઈન્સ તથા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગ હતા તે દરમ્યાન ફેટલનો ગુનો બનેલ હોય અને એક વાહન તે જગ્યાએથી એક્સિડેન્ટ વાળા બોલેરો વાહન માથી અન્ય સ્કોર્પિયો વાહનમા કઈક બોરી જેવુ ટ્રાન્સફર કરી નાશેલ છે જે બાબતે તુરત જ બનાવ વાળી જગ્યાએ પહોચી એક્સિડેન્ટ વાળી બોલેરો તેમજ નાશી ગયેલ સ્કોર્પિયો વાહન સાથે બન્ને આરોપીઓને પકડી પાડી બનાવ વાળી જગ્યા મધ્યે પંચો સાથે નિચે જણાવેલ ઇસમને માદક પદાર્થના જથ્થા સાથે પકડી પાડી તેના કબ્જામાં રહેલ માદક પદાર્થ એફ.એસ.એલ. અધિકારીશ્રી મારફતે પરીક્ષણ કરાવી તપાસ ક૨તા આ મળી આવેલ માદક પદાર્થ પોષડૉડા હોય જે માદક પદાર્થ પોષડૉડા નુ વજન-૭૩.૭૦૦ કિલોગ્રામ હોય જે પંચો રૂબરૂ કબ્જે કરી હાજર મળી આવેલ આરોપીની ધરપકડ डरी तेना वि३ध्ध ” The Narcotics Drugs And Psychotropic Substances Act ” હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

:: પકડાયેલ આરોપીઓ ::

(૧) તેજારામ જગરામ પ્રજાપતિ ઉ.વ.૩૬ (૨) ભીયારામ દેવરામ પ્રજાપતિ ઉ.વ ૨૪ રહે

બો ગંગાસરા તા. સેડ્વા જિ, બાડમેર રાજસ્થાન

:: ગુના રજીસ્ટર નંબ૨ ::

(૧) બાલાસર પોલીસ સ્ટેશન ભાગ-બી ગુ.૨.નં-૧૧૯૯૩૦૧૫૨૬૦૦૨૧/૨૦૨૬ એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ

:: કબ્જે કરેલ મુદ્દામાલની વિગત ::

(૧) માદક પદાર્થ પોષડોડા જેનું ડુલ્લ વજન-૭૩.૮૦૦ કિલોગ્રામ. કિ.રૂ.૧૧,૦૭,૦૦0/-

(૨) ૩ મોબાઈલ ફોન કિમત રૂપિયા ૧૫૦૦૦

(3) સ્કોર્પિઓ ગાડી કિમત રૂપિયા ૧૦,00,000

(4) બોલેરો ગાડી કિમત રૂપિયા ૫,૦૦,૦૦૦

ડુલ્લ કિ.રૂ. /- ૨૬,૨૨,૦૦૦

ઉપરોક્ત સફળ કામગીરી બાલાસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર શ્રી વિ.એ.ઝા તથા પોલીસ ઇન્સ. એસ.વી.ચોધરી સા. તથા બાલાસર પોલિસ સ્ટાફ ના કર્મચારીઓ દ્વારા કામ્ગીરી કરવામા આવેલ છે.