ભુજમાંથી બજારનો આંકડો રમાડતા એક શખ્સની અટક

copy image

copy image

ભુજમાં શ્રીદેવી બજારનો આંકડો રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોલીસની ટીમ ડયૂટી પર હતી તે સમયે તેમને મળેલ બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમ્યાન ભુજની જથ્થાબંધ માર્કેટયાર્ડના ગેટ નજીકથી શ્રીદેવી બજારનો આંકડો રમાડતા ઈશમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ ઈશમ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.