અંજાર આર.ટી.ઓ ખાતે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોના ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સિરિઝનું ઓક્શન કરાશે
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર– કચ્છ દ્વારા ટુ-વ્હીલર વાહનોની નવી સિરિઝ GJ-39-K અને ફોર-વ્હીલર (એલ.એમ.વી.કાર) વાહનોની નવી સિરિઝ GJ-39-CD માટે ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઓક્શન કરવામાં આવનાર છે.
ઓનલાઇન અરજી ૧૫/૦૩/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭/૦૩/૨૦૨૬, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૭/૦૩/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓક્શન સમાપ્ત તારીખ ૧૯/૦૩/૨૦૨૬, સમય સાંજે ૪ કલાક સુધી થશે. ટુ-વ્હીલર વાહનોના સુવર્ણ-ગોલ્ડન નંબર માટે ફીના દર રૂ.૮૦૦૦ રહેશે. રજત-સિલ્વર નંબર માટે ફીના રૂ.૩૫૦૦ રહેશે. આ નંબરો સિવાયના અન્ય નંબરો માટેનો ફીનો દર રૂ. ૨૦૦૦ રહેશે. તથા ફોર-વ્હીલર વાહનોના સુવર્ણ-ગોલ્ડન નંબર માટે ફીના દર રૂ. ૪૦૦૦૦, રજત-સિલ્વર નંબર માટે ફીના રૂ. ૧૫૦૦૦ તેમજ આ નંબરો સિવાયના અન્ય નંબરો માટેનો ફીનો દર રૂ. ૮૦૦૦ રહેશે.
પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન https://parivahan.gov.in/fancy પર કરાવીને પસંદગીના નંબર મેળવી શકશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી અંજાર-કચ્છની યાદીમાં જણાવાયું છે.