અબડાસામાં સર્જાયેલ અકસ્માતમાં પૂરઝડપે આવતી સ્વિફ્ટ કારની હડફેટે ઊંટનું મોત
copy image

અબડાસા ખાતે આવેલ ભવાનીપર અને બિટ્ટા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં પૂરઝડપે આવતી સ્વિફ્ટ કારની હડફેટે ઊંટનું મોત થયું હોવાના અહેવાલ સામે આવી આવી રહ્યા છે. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત દિવસે મોડી સાંજના સમયે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, પૂરઝડપે આવતી સ્વિફ્ટ કારે રસ્તા પર જઈ રહેલા ઊંટને જોરદાર ટક્કર મારતાં આ પશુ કાર સાથે 500 મીટર સુધી ઢસડાયું હતું. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે ઊંટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.