રાપરના સીમ વિસ્તારમાંથી 2.10 લાખની ચાર ભેંસની ચોરી થતાં ફરિયાદ

copy image

copy image

રાપર તાલુકાના સીમ વિસ્તારમાં આવેલ વાડીમાંથી 2.10 લાખની ભેંસની ચોરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, આ બનાવના ફરિયાદી એવા રામવાવમાં રમેશ પચાણ ચાવડાની વાડીએ મૂળ રાણાવાડી-સમીના રાયધણજી બાવાજી ઠાકોર અને તેમનો પરિવાર રહે છે. ગત તા. 23/2ના રાતના સમયે આ વાડીએ ચારેય ભેંસ બાંધેલી હતી, જ્યારે તેના બીજા દિવસે સવારના સમયે ચારેય ભેંસ ગુમ જણાઈ હતી. ચોર ઈશમોએ અહીથી રૂા. 2,10,000ની આ ચાર ભેંસની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.