ઈઝરાયલ-અમેરિકાના હુમલા સામે ઈરાનનો પ્રચંડ પલટવાર

ઈરાને વળતો પ્રહાર કરતા કતાર, બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા, જોર્ડન અને અબુ ધાબીમાં આવેલા અમેરિકી મિલિટરી બેઝ પર મિસાઈલોનો મારો ચલાવ્યો છે.

યુદ્ધની ગંભીરતાને જોતા UAE એ પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર આગના ગોળા અને ધુમાડાના ભયાવહ વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ આ કાર્યવાહીને પોતાના નાગરિકોની સુરક્ષા અને ઈરાનના મિસાઈલ પ્રોગ્રામને ખતમ કરવા માટેનું જરૂરી પગલું ગણાવ્યું છે.