અંતરજાળમાંથી પાંચ ખેલીઓ ઝડપાયા
copy image

અંતરજાળમાં જાહેરમાં જુગાર રમતા પાંચ આરોપી ઈશમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંતરજાળમાં મોમાયનગર સરકારી શાળાના પાછળના જાહેર સ્થળે અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી જુગાર રમતા પાંચ ખેલીઓને ઝડપી પડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.