વરસામેડીની કંપનીમાં ક્રેઈન તથા દિવાલ વચ્ચે દબાઈ જતાં મોત
copy image

અંજાર તાલુકાનાં વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીમાં 33 વર્ષીય યુવાનનું ક્રેઈન તથા દિવાલ વચ્ચે દબાઈ જતાં મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ,વરસામેડીની વેલસ્પન કંપની નજીક સાગર સોસાયટીમાં રહેનાર સત્યકુમાર નામનો યુવાન ક્રેઈનમાં ચડવા જઈ રહ્યો હતો તે સમયે અચાનક ક્રેન ચાલુ થઈ જતાં તે ક્રેન અને દિવાલ વચ્ચે દબાઈ ગયો હતો. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે તેને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.