મેઘપર બોરીચીમાં યુવાને ઘેનનું ઈન્જેકશન લઈ પોતે જ પોતાના મોતને નોતર્યું

copy image

copy image

મેઘપર બોરીચીમાં 23 વર્ષીય યુવાને ઘેનનું ઈન્જેકશન લઈ પોતે જ પોતાના મોતને નોતર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, બીજીબાજુ મેઘપર (બો)ની બલ્યુ સોસાયટીમાં રહેનાર જગદીશ સવજી વાઘેલા નામનો યુવાન ગત દિવસે પોતાના ઘરે હતો તે સમયે કોઈ અકળ કારણોસર ઘેનનું ઈન્જેકશન લેતા તે બેભાન થયો હતો. ગંભીર પરિસ્થિતીમાં તેને સવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.