ગાંધીધામની ભાગોળે આગળ ઉભેલી ટ્રકમાં બુલેટ ઘુસી જતા યુવાને જીવ ખોયો

accident

copy image

accident
copy image

ગાંધીધામની ભાગોળે આગળ ઉભેલી ટ્રકમાં બુલેટ ઘુસી જતા યુવાનનું મોત થયું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં વિગતો સામે આવી રહી છે, આ ઘટના ગાંધીધામથી ભચાઉ જતા ધોરીમાર્ગે એ.પી. જોશી પુલિયા પર બની હતી. અહી ગાંધીધામનો ઈશ્વર નામનો યુવાન બુલેટ પર જઈ રહ્યો હતો. તે સમયે પુલ પર આડસ કે સિગ્નલ આપ્યા વગર ટ્રક પડયું હુતં જેમાં આ બુલેટ અથડાતાં આ યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.