અબડાસાના હાદાપરમાં 47 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

sus

copy image

copy image

અબડાસા ખાતે આવેલ હાદાપરમાં 47 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ,અબડાસાના બેરા હાદાપરમાં રહેતા ઈસ્માઈલ ઈબ્રાહીમ સુમરા નામના આધેડ પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ જીવનની અંતિમ વાત પકડી લીધી હતી. બનાવ અંગે જાણ થતાં જ તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.