મુંદ્રા પોર્ટના યાર્ડમાં કન્ટેનરમાંથી પાંચ લાખની કિમતના ભંગારની ઉઠાંતરી થતાં ફોજદારી

copy image

copy image

મુંદ્રા પોર્ટના યાર્ડમાં કન્ટેનરમાંથી પાંચ લાખની કિમતના ભંગારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે મુંદ્રા પોલીસ મથકે અદાણી એક્ઝિમ યાર્ડના ડેપ્યુટી મેનેજર અભિનેશ આનંદન મીનનગર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર સિસ્ટમ ચેકર કન્ટેનર ચેક કરતા હતા, તે દરમ્યાન 28/2ના એક કન્ટેનરની હેરફેર જોવા મળી હતી.વર્ષ 2017થી ટ્રક એલોયસ પાર્ટીના ક્રેપના આયાત કરેલાં સાત કન્ટેનર કસ્ટમના એસ.આઈ.બી. દ્વારા મીસ ડિક્લેરેશન કરી સીઝ કરી અમારી દેખરેખ હેઠળ રાખવામાં આવેલ હતા. જેમાં એક કન્ટેનરની હેરફેર દેખાતાં તપાસ કરવામાં આવેલ હતી જેમાં આ કન્ટેનરમાં સીલ દેખાયું ન હતું. વધુ તપાસ કરતાં આ કન્ટેનરમાંનો કોપર અને એલ્યુમિનિયમનો આશરે 10 ટન ભંગાર જેની કિં. રૂા. પાંચ લાખની કોઈ અજાણ્યા ચોર ઈશમ ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.