અમદાવાદ–ભુજ વચ્ચે દોડતી “નમો ભારત” ટ્રેન અંગે મહત્વપૂર્ણ નિર્ણય
copy image

પશ્ચિમ રેલવે હેઠળ અમદાવાદ–ભુજ વચ્ચે દોડતી “નમો ભારત” ટ્રેન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ધારિત મેન્ટેનન્સ કામગીરી તેમજ વધારાની રેક ઉપલબ્ધ ન હોવાને કારણે, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ રૂટ પર તાત્કાલિક ધોરણે મેમુ ટ્રેન ચલાવવામાં આવશે.
📅 જાહેર કરાયેલ સમયગાળો મુજબ,
🔹 ટ્રેન નં. 94801 અમદાવાદ–ભુજ “નમો ભારત” : 03.03.2026 થી 02.04.2026 સુધી મેમુ રેક સાથે સંચાલિત થશે.
🔹 ટ્રેન નં. 94802 ભુજ–અમદાવાદ “નમો ભારત” : 04.03.2026 થી 03.04.2026 સુધી મેમુ રેક સાથે સંચાલિત થશે.
રેલવે તંત્રએ જણાવ્યું છે કે ટ્રેનોના સ્ટોપેજ, કોચ રચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
મુસાફરોને યાત્રા પૂર્વે માહિતી ચકાસવાની વિનંતી કરવામાં આવે છે.