G.C.T.O.C એક્ટ ૨૦૧૫ હેઠળ નામચીન લિસ્ટેડ પ્રોહીબીશન ગુન્હેગારોની ટોળડી વિરૂધ્ધ કાર્યવાહી કરતી પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસ

મહે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્યનાઓ દ્વારા પ્રોહીબીશનના ગુનેગારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમા સુચના આપવામાં આવેલ અને આવા આરોપીઓ પડડાયેથી તેઓ તમામનો ગુનાહિત ભુતકાળ રેકર્ડ ચેડ કરી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તે અંતર્ગત પોલીસ મહે. પોલીસ મહાનિરીક્ષકથી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ, કચ્છ-ભૂજનાઓ તથા મહે.પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર નાઓ દ્વારા અત્રેના જીલ્લાના લિસ્ટેડ પ્રોહી બુટલેગરોનો ગુનાહિત ઇતિહાસ તપાસી તેઓ વિરૂધ્ધ અસરકારક કાયદાકીય પગલા લઈ ડાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અન્વયે પુર્વ કચ્છ, ગાંધીધામ પોલીસ દ્વારા પ્રોહિબીશના ગુન્હાહિત ઈતિહારા ધરાવતા ઈસમો કે જેઓ સીન્ડીકેટ બનાવી ઓર્ગેનાઈઝડ કાઈમ કરવાની મોડસ ઓપરેન્ડી વાળા ઈસમો ગુનાહિત ટોળડી બનાવી એક બીજા સાથે મેળાપીપણ ડરી સાથે મળી “Organized Crime Syndicate” મુજબના ગુનાઓ આચરતા હોય તેવા ઇસમો કે જેઓ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ કાઈમ એક્ટ ૨૦૧૫ મુજબના શિક્ષાને પાત્ર ગુનાની વ્યાખ્યામાં આવતા હોય તેવી સંગઠીત ટોળકીના સભ્યો વિરૂધ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના અન્વયે ભચાઉ પોલીસ સ્ટેશન ગુના-૦૧૫૫/૨૦૨૬-પ્રોહી એકટ કલમ ૬૫(એ), (ઈ), ૧૧૬(બી),૯૮(૨),૮૧,૮૩ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૬(૨)(૩),૩૪૦(૨),૧૧૧(૨)(બી), ૧૧૧(૩)(૪) મુજબનો ગુનો દાખલ થયેલ

સદર ગુના કામેના આરોપીઓ પૈડી (૧)અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા રહે-દરબાર ગઢ ભચાઉં, કચ્છ (૨) ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા રહે બાપુ નગર, ભચાઉ કચ્છ (3) ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ નરેન્દ્રસિંહ જાડેજા રહે- રામવાળી ભચાઉ,કચ્છ વાળાઓએ પુર્વ કચ્છ ગાંધીધામ વિસ્તારમાં અગાઉ એકબીજાની સાથે મેળાપીપણુ કરી, ટોળડી બનાવી, એકબીજાના સાગરીતો બની, એકબીજાના સંકલનમાં રહી, પોતાનો આર્થિક હેતુ પાર પાડવાની પ્રવૃત્તિ સબબ સંગઠીત ગુનેગારોની ટોળડી નાઓએ “Organized Crime Syndicate” બનાવી અગાઉ અત્રેના જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના વિપુલ માત્રામાં જથ્થાનો ડબ્જો રાખી, હેરફેર, આયાત નિકાસની પ્રોહીબિશન ની અલગ અલગ ગેરડાયદેસર પ્રવૃતિઓ ડરી અવાર નવાર ગુનાઓ આચરવામાં આવેલ હોવાની હકિકત તપાસ દરમ્યાન જણાઈ આવેલ હતી.

જે બાબતે અત્રેના જીલ્લાના રેડર્ડ ઉપરથી મે.પોલીસ મહાનિરીક્ષક સા.થી સરહદી રેન્જ મુજ નાઓની ડચેરી ખાતે ગુજસીટોડના ગુના માટે દરખાસ્ત કરવામાં આવેલ જે દરખાસ્ત મંજુર થયેથી મજકુર આરોપીઓ વિરુધ્ધ નોંધાયેલ ગુનાઓ બાબતે પુરતા પુરાવા એકત્રીત કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ કાઈમ એક્ટ ૨૦૧૫ (G.C.T.O.C) અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે.

સદર આરોપી વિરૂધમાં અત્રેના જીલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના કુલ-૧૨ ગુનાઓ નોંધાયેલ છે.

આ કામના આરોપીઓ એક ઓર્ગેનાઈઝડ કાઈમ સીન્ડીકેટ બનાવી અલગ-અલગ પ્રકારના ગુનાઓમાં સામેલ હોય જેથી તેમના ઉપર ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ કાઈમ એક્ટ ૨૦૧૫ હેઠળ સદર આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરી ડાર્યવાહી કરવામાં આવેલ છે.