મુન્દ્રામાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં યેવાને જીવ ખોયો
copy image

મુન્દ્રામાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ઉદેશ્વર યાદવ નામના યુવાનનું મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થઈ વિગતો મુજબ, મિલર વાહનના ડ્રાઈવર પવનકુમાર રમેશરામે મુંદ્રા પોર્ટ સિટી-3 એરિયામાં ઊભેલા ટ્રેઈલરમાં અથડાવતા આ ઘટના બની હતી. આ બનાવમાં મિલરમાં બેઠેલા હેલ્પર ઉદેશ્વર યાદવને માથા અને મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે આ યુવકનું મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.