લેર નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં આધેડનું મોત

car_and_bike_accident_4024144_835x547-m

copy image

copy image

ભુજના લેર નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં આધેડનું મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, લેર નજીક કુકમા-કોટડા માર્ગે આ ઘટના બની હતી. અલ્ટો કારના ચાલકે ગાડી પુરપાટ અને બેદરકારીપૂર્વક ચલાવી બાઈક મારફતે જઈ રહેલા હતભાગી શંકરભાઈને હડફેટે લીધા હતા. આ બનાવમાં ગંભીર ઇજાઓ પહોંચતા આ આધેડ બાઈકચાલકનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.