આધાર પુરાવા વગરના પ્લાસ્ટીકના ભંગાર સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભૂજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ એ.એસ.આઇ.પ્રદયુમનસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ રામજીભાઇ રબારી તથા મહેશકુમાર ચૌહાણનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં આધુનીક ઇન્વેસ્ટીગેશન કિટ સાથે માંડવી-ગાંધીધામ હાઇવે રોડ પર સમાઘોઘા ગામના બસ સ્ટેશન પાસે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન માંડવી બાજુથી એક ટ્રક ગાડીમાં શંકાસ્પદ પ્લાસ્ટીકનો ભંગાર ભરેલ જોવામાં આવેલ અને તેને ઉભુ રખાવી ચેક કરતા પ્લાસ્ટીકનો ભંગાર હોઇ જેના આધાર પુરાવા માંગતા પુરતા આધાર પુરાવા ન હોવાનું જણાઇ આવેલ જેથી તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ટ્રકમાં રાખેલ પ્લાસ્ટીકના ભંગાર બાબતે આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • કબ્જે કરેલ મુદ્દામાલ
  • પ્લાસ્ટીકનો ભંગારનો જથ્થો ૧૨,૧૩૦ કી.ગ્રા. જેની કિં.રૂ. ૩,૦૩,૨૫૦/-
  • ટાટા કંપની ટ્રક જેનો રજી.નં. GJ-11-VV-8858 છે જેની કિં.રૂ. ૩,૦૦,૦૦૦/-

→ પકડાયેલ ઇસમ

  • જાવીદભાઇ જમાલભાઈ જુણેજા ઉ.વ.૩૫ રહે. કસ્તુરબાગ સોસાયટી, અનાજ માર્કેટ યાર્ડની બાજુમાં, જુનાગઢ