ભુજમાંથી આંક ફરકનો જુગાર રમાડતી મહિલાની ધરપકડ

jail

copy image

copy image

ભુજ બી-ડિવિઝન પોલીસની ટીમ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આલાવારા મુકામ નજીક આવેલા ધુફી ફળિયા નજીકના રોડ પર કોઈ મહિલા ગેરકાયદે રીતે નાઈટ મિલન બજારના આંકડા લખીને આંક ફરકનો જુગાર રમી-રમાડે છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત પરથી આંકડા લખેલા અને હિસાબ કિતાબવાળી ડાયરી-પેન તથા રોકડા રૂા. 36,430 સાથે આ મહિલાને પકડી પાડી હતી. પોલીસે પકડાયેલ આરોપી પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.