રાપર ઘાણીથરમાં કારમાંથી 53 હજારનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

રાપર ખાતે આવેલ ઘાણીથરમાં એક કારમાંથી અંગ્રેજી પ્રકારનો શરાબનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, પોલીસની ટીમ ડ્યૂટી પર હતો તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ઘાણીથરના સીમ વિસ્તારમાં સિંઘાબાપાનાં મંદિરની પાછળ રાખેલ એક કારમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી રૂ. 53,700નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન આરોપી ઈશમ પ્લીસની પકડથી દૂર રહ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.