ભુજમાંથી દબાણના નામે લારી ગલ્લા તો હટયા, પણ પાર્કિંગ પ્લોટો તોય પણ લુપ્ત ?

હાલમાં ભુજના લારી ગલાવાળા તેમજ નાના ધંધાર્થીઓને તાત્કાલિક ધોરણે હટાવી નાખવા નોટિસ આપવામાં આવી છે. અને રોડ બને છે એ વાત સારી છે બહુ સારું કહેવાય. નવા રોડ રસ્તા બને એ ભુજ અને ભુજવાસીઓ માટે પણ સારી બાબત છે. પરંતુ ભુજના અમુક એરિયામાં જ્યાં રોડ નથી બનતો અને લોકો ખોટી રીતે દબાણ કરીને બેઠા છે મોટી બિલ્ડીંગો-ઇમારતો બનેલી છે ઉપરાંત બારની સાઈડ પણ આ લોકોનું દબાણ કરેલું હોય છે. ઉપરાંત કોઈ પણ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થાની અંદર પોતાનું પાકુ બાંધકામ કરી અને રોડ સુધી આખેઆખું દબાણ કરેલું હોય છે.ભુજ શહેરમાં 36 થી 37 પાર્કિંગ પ્લોટો છે તો એ પાર્કિંગ પ્લોટો આજ દિવસ સુધી દેખાતા કેમ નથી ?હજુ સુધી કોઈને મળ્યા કેમ નથી. ભુજની મોટી સમસ્યા પાર્કિંગ પ્લોટોની છે. ભુજમાં અનેક વખત મીડિયા દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ ભુજના પાર્કિંગ પ્લોટો ક્યાં છે એ કઈ ખબર પડતી નથી. જે જગ્યા ઉપર પાર્કિંગ પ્લોટો છે એ જગ્યા ઉપર અમુક જગ્યાએ બિલ્ડીંગો તેમજ પાકા બાંધકામો થયેલા છે એવું જાણવા મળેલ છે. તો ભુજવાસીઓની એવી માંગ છે કે પહેલા ભુજના પાર્કિંગ પ્લોટો તાત્કાલિક ધોરણે ખાલી થાય તો પાર્કિંગ સમસ્યાનો હલ નીકળે