સામખિયાળીના બસ સ્ટેન્ડમાંથી દારૂના જથ્થા સાથે વૃદ્ધની અટક

police

copy image

copy image

સામખિયાળીના બસ સ્ટેન્ડમાંથી એક વૃદ્ધને દારૂના જથ્થા સાથે પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, પોલીસની ટીમ ડયૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,સામખિયાળી નવા બસ સ્ટેન્ડમાં સુટકેશ લઇને ઊભેલા સફેદ વાળવાળા શખ્સે પોતા પાસે દારૂ રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી બાતમી હકીકત વાળા સ્થળ પરથી મુંબઈના વૃદ્ધને દારૂ સાથે પકડી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ ઈશમ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.