ભુજનાં દુર્ગમ હોડકો નજીક નવયુવકની નિર્મમ હત્યા

બાગાર વાળા સીમ વિસ્તારમાં અગમ્ય કારણોસર યુવકને ધારદાર હથિયાર વડે રહેંસી નખાયો
23 વર્ષીય ઈસ્માઈલ ઈબ્રાહીમ હાલેપોત્રાનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
ધોરડો પોલીસે પ્રાથમિક વિગતોને આધારે અજાણ્યા ઇસમ વિરુદ્ધ તપાસ હાથ ધરી
પરોઢે ચાર વાગ્યે નિર્જન સ્થળે હત્યા કરાયેલી લાશ મળી આવી
પોલીસે મૃતદેહને ખાવડા સરકારી હૉસ્પિટલમાં ખસેડી વધુ તપાસ આરંભી
હતભાગી યુવક પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલો હતો
બનાવનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી -પીઆઇ ચાવડા