કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય – મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે નેચરલ ગેસ પર ‘એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ’ લાગુ!

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સપ્લાય ખોરવાતા ભારત સરકાર એક્શનમાં, ગેસના વિતરણ માટે નવો ઓર્ડર જાહેર.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માં ડિસ્ટ્રબન્સને કારણે ગેસ સપ્લાયરોએ હાથ ઊંચા કરી દીધા છે ત્યારે,

સરકારે નેચરલ ગેસ અને LNG ને ‘આવશ્યક ચીજવસ્તુ ધારા’ (Essential Commodities Act, 1955) હેઠળ લાવી દીધા છે.

જેનાથી ઘરેલું PNG, ટ્રાન્સપોર્ટ માટે CNG, ફર્ટિલાઈઝર અને LPG ઉત્પાદન માટે હવે ગેસનો પુરવઠો પ્રાથમિકતાના ધોરણે મળશે.

હવે સરકાર નક્કી કરશે કે કયા સેક્ટરને કેટલો ગેસ આપવો, જેથી અછત ન સર્જાય.