ભચાઉમાંથી પગપાળા જઈ રહેલ શખ્સ પાસેથી બંદૂક મળી આવી

copy image

copy image

ભચાઉમાંથી પગપાળા જઈ રહેલ શખ્સ પાસેથી બંદૂક મળી આવેલ હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જાણવી રહ્યા છે, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉના માનસરોવર અને મૂળ સરપટ નાકા ભુજનો ખેતશી ઉર્ફે ખેતો જવાહર કોળી ગણેશ ટીમ્બી વિસ્તારમાં છે અને તેની પાસે બંદૂક હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી 50 ઇંચની દેશી બંદૂક સાથે આરોપી ઈશમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ ઈશમ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.