“અધિક જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફ.ક. સાહેબ માંડવી કોર્ટના પકડ વોરંટના કામે છેલ્લા ૮(આઠ) માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લાંબા સમયથી પકડ વોરંટના આધારે સામાવાળા નીતીનકુમાર સોમજીભાઇ રામાણી રહે. દેવપર તા.માંડવી વાળાને પકડી પાડવા માટે સુચના આપેલ હતી. જે બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓ તપાસમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ આધારે મજકુર ઇસમને પકડી ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે સોપેલ છે.
- પકડાયેલ ઇસમ
નીતીનકુમાર સોમજીભાઇ રામાણી રહે. દેવપર તા.માંડવી
નીચેના પકડ વોરંટમાં નાસતો-ફરતો હતો
નામદારશ્રી અધિક જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબશ્રીની કોર્ટ માંડવી-કચ્છનાઓની કોર્ટના ફોજદારી કેશ નં.૩૨૯/૨૦૨૫ ના સજા વોરંટમાં નાસતો-ફરતો હતો