રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી(ખનીજ) ભરતા ડમ્પરને પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી LCB, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહીલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર ચૌહાણ તથા રામજીભાઇ રબારીનાઓ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા-ફરતા દેશલપરથી સિરાચા રોડ S.V.C.T. સીટી કોલોનીની બાજુમાં રોડ પર આવતા એક ટાટા કંપનીનુ ડમ્પર જેના રજી નં.GJ-36-T-7792 છે તે ખનીજ ભરી આવતુ હોય તે ડમ્પરને હાથના ઇશારા વડે ઉભુ રખાવી તપાસ કરતા વાહન ચાલક સંજયસિંહ દેવુભા જેઠવા ઉ.વ.૨૩ રહે.ગેલડા તા.મુંદરા કચ્છ નાઓને વાહનમાં ભરેલ રેતી(ખનીજ) અંગે પુછપરછ કરી રેતી ભરવા અંગેના આધાર પુરાવાની માંગણી કરતા કોઈ આધાર પુરાવા ન હોય જેથી ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ ડમ્પર ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.