સામખિયાળી ટોલ પ્લાઝા નજીક એક યુવાન પર ચારનો હુમલો
copy image

સામખિયાળી ટોલ નાકા નજીક સામાન્ય મામલે એક યુવાન પર ચાર શખ્સોએ હુમલો કરી દીધો હોવાનો બનાવ સપાટી પર ચડ્યો છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, ગત તા.8/3ના રોજ આ બનાવનો ફરિયાદી એવો અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહી જમીન લે-વેંચનો વ્યવસાય કરનાર દિપેન નિખિલ સોની નામનો યુવાન ભુજ આવેલ હતો. જ્યાથી કામ પતાવીને પોતાની કાર મારફતે પરત જઈ રહ્યો હતો. તે સમયે તે સામખિયાળી ટોલ પ્લાઝા નજીક પહોંચ્યો હતો ત્યારે આગળ ઉભેલી ગાડી માટે તેણે હોર્ન મારતાં અચાનક ચાર શખ્સોએ તેને ઘેરી લઈ ફરિયાદી પર હુમલો કરી દીધો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.