મોડકૂબાની વાડીમાં યુવાનને વીજ શોક ભરખી ગયો

vijli dead

copy image

copy image

માંડવી ખાતે આવેલ મોડકૂબાની વાડીમાં વીજ શોક લાગતા એક યુવાનનું મોત થયું હોવાનો મામલે સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ પંચમહાલ બાજુના 36 વર્ષીય શ્રમિક યુવાન પ્રવીણ ઉર્ફે પોપટભાઈ રમણભાઈ નાયક ગત દિવસે મોડકૂબામાં વાડીએ હતો તે સમયે પાણીની મોટર બંધ કરવા જતા આ યુવાનને ગંભીર વીજ શોક લાગ્યો હતો. ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો તે સમયે ફરજ પરના તબીબે મૃત કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.