ગાંધીધામમાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં આધેડે જીવ ખોયો

copy image

copy image

ગાંધીધામમાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 56 વર્ષીય આધેડનું મોત થયું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં વિગતો સામે આવી છે, ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ. સામે આ ગોઝારી ઘટના બની હતી. અહી ટ્રક ચાલક હતભાગી એવા સુરેશ ધનુમહતે કુશ્વાહ ગાંધીધામ માલ ખાલી કરી પરત કંડલા જઈ રહ્યો હતો તે સમયે રસ્તામાં પાણી પીવા આધેડે ગાડી એક બાજુ મૂકી નીચે ઊતરીને જઈ રહ્યા હતા, ત્યારે અન્ય ટ્રક ચાલકે તેમને હડફેટમાં લેતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ છાનબીન હાથ ધરી છે.