મોડસરના વાડીવિસ્તારમાં વીજલાઇનમાં શોર્ટ સર્કિટના કારણે શેરડીનો પાક બળીને ખાખ
અંજાર ખાતે આવેલ મોડસરના વાડીવિસ્તારમાં પસાર થતી વીજલાઇનમાં શોર્ટ સર્કિટના કારણે શેરડીના પાક, લાઇન સળગી ઉઠતાં ભારે ધોડદામ મચી હતી. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, અંજારના સુગારિયામાં રહેતા વૃદ્ધ નાગદાન નારણ ગુજરિયા મોડસર ગામના સીમ વિસ્તારમાં વાડી ધરાવે છે. તેમની આ વાડી પરથી પી.જી.વી.સી.એલ.ની લાઇન પસાર થાય છે. આ લાઇનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે વાડીમાં આગ ભભૂકી ઉઠી હતી. આગના આ બનાવમાં એક હેક્ટરમાં રહેલા શેરડીના પાકને નુકસાન થયું હતું તેમજ ટપક પદ્ધતિ માટેની રાખેલી લાઇનો સળગીને ભશ્મ થઈએ હતી. આ મામલે પોલીસ મથકે જાન કરવામાં આવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી આરંભી છે.