ટ્રમ્પ-પુતિન વચ્ચે લાંબી ચર્ચા : યુદ્ધના અંતના આહેવાલ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ અંત ભણી હોવાનું નિવેદન આપવામાં આવેલ હતું. ટ્રમ્પે તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે વાત કરીને ઇરાન યુદ્ધનો ટૂંક સમયમાં અંત લાવવાનો પ્રયાસ પણ કર્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, ટ્રમ્પે પુતિનને ઇરાન અને યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરવા માટે ફોન કર્યો હતો, આ વાતચીત લગભગ એક કલાક ચાલી હોવાનું જાણવા મળ્યું છે, વાતચીત રચનાત્મક અને સ્પષ્ટ હતી ટ્રમ્પે ફરીથી યુક્રેનિયન સંઘર્ષના ઝડપી અંતમાં રસ દર્શાવ્યો છે. બીજી તરફ પુતિને ઇરાન યુદ્ધનો વહેલો અંત લાવવા માટે કેટલાક પ્રસ્તાવો રજૂ કર્યા. બંને નેતાએ યુક્રેન સંઘર્ષ અને વૈશ્વિક તેલ બજારના સંદર્ભેમાં વેનેઝુએલાની પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, સીબીએસ ન્યૂઝ વ્હાઇટ હાઉસના સંવાદદાતા વેઇજિયા જિયાંગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ માને છે કે, ઇરાન સામેનું યુદ્ધ સંપૂર્ણપણે સમાપ્ત થઇ ગયું છે. મને લાગે છે કે, યુદ્ધ લગભગ સમાપ્ત થઇ ગયું છે.’ ટ્રમ્પે કહ્યું `મને લાગે છે કે, ઇરાન પાસે નૌકાદળ છે, ન તો સંદેશાવ્યવહાર છે, ન તો હવાઇદળ છે.