વ્યાજખોરીના ગુનાનો નાસતા ફરતા આરોપીને પોલીસે દબોચ્યો
copy image

નખત્રાણા પોલીસ મથકમાં નોંધાયેલા વ્યાજખોરીના ગુનાનો નાસતા ફરતા આરોપીને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, નખત્રાણા પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વ્યાજખોરીના ગુનાનો આરોપી બળવંતસિંહ ઉર્ફે બળુભા સોઢા હાલે શની ઢાબા પાસે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી બાતમી હકીકત વાળા સ્થળ પરથી આરોપી ઈશમને દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.