રવિવારે લેબનોનમાં ઈઝરાયલી હુમલામાં ચાર ઈરાની રાજદ્વારીઓ માર્યા ગયા
copy image

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયાને 11 દિવસ થઈ ગયા છે. ત્યારે વધુમાં સૂત્રોમાંથી વિગતો સામે આવી રહી છે, ઈરાની રાજ્ય મીડિયાએ મંગળવારે ઈરાનના યુએન રાજદૂત અમીર સઈદ ઈરાવાનીને ટાંકીને કહ્યું કે રવિવારે લેબનોનમાં ઈઝરાયલી હુમલામાં ચાર ઈરાની રાજ દ્વારીઓ માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જનાવવામાં આવેલ કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે માત્ર 24 કલાકમાં લેબનોનમાં 110,000 થી વધુ લોકો વિસ્થાપિત થયાની વિગતો સામે આવી છે. બંને બાજુથી બોમ્બમારો અને મિસાઈલ હુમલાઓ સતત ચાલુ છે. આની વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન ઈરાન મુદ્દાને ઉકેલવામાં ભૂમિકા ભજવવા માંગે છે. વધુમાં સૂત્રોનું કહેવું છે, યુએસ પ્રમુખે ઈરાનને ધમકી આપી હતી કે જો તે પશ્ચિમ એશિયામાંથી તેલ પુરવઠો રોકશે તો યુદ્ધ વધારશે, જોકે તેમણે સંઘર્ષનો વહેલો અંત લાવવાની પણ જાહેરાત કરી હતી.