યુદ્ધના કારણે દુનિયામાં ઑઇલ અને ગૅસના પુરવઠાને અસર : ભારત સહિત ઘણા દેશોમાં સંકટ ગંભીર
copy image

મધ્યપૂર્વમાં એક પખવાડિયાથી ચાલતા યુદ્ધના કારણે દુનિયામાં ઑઇલ અને ગૅસના પુરવઠાને અસર થવા ઓપામી છે. જેના પરિણામે ભારત સહિત ઘણા દેશોમાં સંકટ ગંભીર બનતું જોવા મળી રહ્યું છે, ગત 9 માર્ચે ઑઇલ અને ગૅસના આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા પાયે હલચલ મચી જવા પામી છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં અટવાયેલા ઑઇલ પુરવઠાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. પરંતુ ભારતમાં ઑઇલ અને ગૅસ પુરવઠાની ચિંતા વચ્ચે પેટ્રોલિયમમંત્રી હરદીપસિંહ પુરી દ્વારા જાણવા મળેલ કે, ઘરેલુ વપરાશકારો માટે એલપીજીની ‘કોઈ અછત નથી’ અને ‘ગભરાવાની જરૂર નથી.’ દુનિયા ભરમાં ઑઇલ અને ગૅસના પુરવઠા માટે હોર્મુઝની સામુદ્રધુની સૌથી મહત્ત્વનો રસ્તો છે. જોકે છેલ્લા 24 કલાકમાં સ્થિતિ બદલાઈ ગઈ છે.