મંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના લોખંડના ભંગાર સાથે ત્રણ ઇસમોને કુલ્લે ૧૭,૩૪,૪૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહીલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઇ રબારી તથા મહેશકુમાર ચૌહાણનાઓ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધુનીક ઇન્વેસ્ટીગેશન કિટ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતાં ઝીરો પોઇન્ટ સર્કલ પાસે આવતાં પ્રધ્યુમનસિંહ ગોહીલ તથા રામજીભાઇ રબારીનાઓને ખાનગી અને સચોટ બાતમી હકીકત મળેલ કે, “બે ટ્રકના જુના બંદર રોડ બાજુથી મુંદરા તરફ આવી રહેલ છે અને તે બંન્ને આઇસર ટ્રકોમાં શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ છે તેમજ બંન્ને ટ્રકોની નંબર પ્લેટ શંકાસ્પદ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરતા ત્રણ ઇસમો મળી આવેલ અને બન્ને આઇસર ટ્રકમાં તપાસ કરતા તેમના કબ્જાના વાહનમા લોખંડનો ભંગાર ભરેલ હોઇ જે બાબતે મજકુર ત્રણેય પાસે રહેલ લોખંડના ભંગાર બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
કબ્જે કરેલ કુલ્લે મુદ્દામાલ (૧૭,૩૪,૪૪૦/-)
- લોખંડના ભંગારનું વજન ૨૬.૨૩૦ ટન જેની કિ.રૂ. ૭,૩૪.૪૪૦ /-
- બે આઇસર ટ્રક જેમાં બન્ને ટ્રકનો રજી.નં. GJ-23-AW-0515 છે જેની કુલ્લે કિ.રૂ. ૧૦,00,000/-
→ પકડાયેલ ઇસમ
- કેતન સુરેશભાઈ પટણી ઉ.વ.૨૧ રહે.ન્યુ સી.જી.રોડ ચાંદખેડા અમદાવાદ
વિક્રમભાઇ મફાભાઇ વાઘેલા ઉ.વ.૨૩ રહે.નીર્ણયનગર ન્યુ રાણીપ અમદાવાદ
- મુકેશ શંકરભાઇ પટણી ઉ.વ.૩૮ રહે.સરસપુર ગલા રઘાના છાપરા અમદાવાદ